યોજનાઓ વિગતવાર | યોજનાઓ | ડાયરેક્ટર જનરલશ્રી, સ્પોંર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર
યોજનાઓ વિગતવાર | યોજનાઓ | ડાયરેક્ટર જનરલશ્રી, સ્પોંર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર

યોજનાઓ વિગતવાર

સ્વામી વિવેકાનંદ બિન નિવાસી અને નિવાસી પ્રતિભા સંવર્ધન કેન્દ્ર સેન્ટર ઓફ એક્સલન્સ (સી.ઓ.ઈ)

સ્વામી વિવેકાનંદ બિન નિવાસી અને નિવાસી પ્રતિભા સંવર્ધન કેન્દ્ર સેન્ટર ઓફ એક્સલન્સ (સી.ઓ.ઈ)

     સ્વામી વિવેકાનંદ બિન-નિવાસી પ્રતિભા સંવર્ધન કેન્દ્ર સેન્ટર ઓફ એક્સલન્સ (COE)

 • રાજ્યના પ્રતિભાશાળી ખેલાડીઓ રાષ્ટ્રકક્ષાએ તથા આંતરરાષ્ટ્રીયકક્ષાએ વિજેતા થઈ રાજયનું અને રાષ્ટ્રનું ગૌરવ વધારે તેવા હેતુ થી રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કુતિક પ્રવૃતિઓ વિભાગના તા.૩૦/૪/૨૦૧૨ના ઠરાવથી સ્વામી વિવેકાનંદ બિન-નિવાસી પ્રતિભા સંવર્ધન કેન્દ્ર યોજના અમલમાં મુકવામાં આવી છે.          
 •  આ યોજના અંતર્ગત જે ખેલાડીઓએ (૧) ખેલ-મહાકુંભમાં રાજ્યકક્ષાએ પ્રથમ,દ્રિતિય કે તૃતિય સ્થાન પ્રાપ્ત કરેલ હોય અથવા (૨) સ્કુલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા યોજાતી રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરેલ હોય કે વિજેતા થયેલ હોય અથવા (૩) રાષ્ટ્રકક્ષાના માન્ય એસોસીયેશન દ્વારા યોજાતી નેશનલ ચેમ્પીયનશીપમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરેલ હોય કે વિજેતા થયેલ હોય,આ ત્રણ સિધ્ધીઓમાંથી કોઈપણ એક અથવા વધુ સિધ્ધી પ્રાપ્ત કરનાર જે તે ખેલાડીને તે વર્ષ માટે આ યોજનામાં પ્રવેશ પસંદગી માટે ક્વોલીફાઈડ ગણવામાં આવે છે.       
 • આ યોજના અંતર્ગત પસંદગી પામેલ ખેલાડીઓને જે તે વર્ષ દરમિયાન સ્પેશીયલ પૌષ્ટીક આહાર ભથ્થુ રૂ. ૭૦/- લેખે પ્રતિદિન,તાલીમ ખર્ચ રૂ.૬૦/- લેખે પ્રતિદિન,સ્ટાઈપેન્ડ પ્રતિમાસ રૂ.૭૫૦/-,સ્પોર્ટસ કીટ રૂ.૬૦૦૦/- લેખે પ્રતિ ખેલાડી વાર્ષિક, રાષ્ટ્ર તેમજ રાજય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જવા માટેનો પ્રવાસ ખર્ચ રૂ. ૩૦૦૦/- લેખે પ્રતિ ખેલાડી વાર્ષિક તથા રૂ.૧.૦૦ લાખ લેખેની વાર્ષિક મેડીક્લેમ વિમા પોલીસી જેવા સહાય તથા લાભો રાજય સરકાર દ્રારા પ્રદાન કરવામાં આવે છે. આમ, કુલ અંદાજીત રૂ.૬૫,૦૦૦/- જેટલો ખર્ચ પ્રતિ ખેલાડી પ્રતિ વર્ષ થાય છે. આવા પ્રતિભાશાળી ખેલાડીઓ આંતરાષ્ટ્રીય-રાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ અપાવી શકે, જે અંગે સેન્ટર ઓફ એક્સલન્સ યોજના અમલમાં મુકવામાં આવેલ છે.        
 • વર્ષ-૨૦૧૯ -૨૦ માં વિવિધ ૨૦ જેટલી રમતોમાં કુલ-૮૬૭ ખેલાડી ભાઇઓ-બહેનોની પસંદગી થયેલ છે.

     સ્વામી વિવેકાનંદ પ્રતિભા સંવર્ધક કેન્દ્ર (એકેડમી)

 • આ યોજનાને વધુ હેતુ લક્ષી બનાવવા માટે રમતગમત, યુવા અને સાંસ્કુતિક પ્રવૃતિઓ વિભાગના તા.૨૬/૩/૧૫ના ઠરાવથી સુધારો કરી સ્વામી વિવેકાનંદ પ્રતિભા સંવર્ધક કેન્દ્ર (એકેડમી) નામકરણ કરી નિવાસી તથા બિન-નિવાસી એકેડમી શરૂ કરવામાં આવેલ જ્યાં પસંદગી પામેલ ખેલાડીઓને એક્સપર્ટ કોચ દ્વારા વૈજ્ઞાનિક ઢબે તાલીમ,શિક્ષણની સુવિધા,નિવાસની સુવિધા,ભોજન પ્રતિદિન રૂ.૩૬૦/- લેખે,ટુર્નામેન્ટ એક્સપોઝર અને રૂ.૧.૦૦ લાખનો મેડિકલ વિમો પણ આપવામાં આવે છે. આ ઉપરાંત ખેલાડીઓ માટે સાઈકોલોઝીસ્ટ, ફિઝીયોથેરાપિસ્ટ,મેસ્યોર,ફિટનેશ ટ્રેઈનર પણ રોકવામાં આવે છે.

 • આ ખેલાડીઓને વિશિષ્ઠ કોચીંગ આપવા માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીયકક્ષાના ખ્યાતનામ નિષ્ણાત કોચીઝ સાથે એમ.ઓ.યુ. કરવામાં આવેલ છે. જેમ કે, શુટીંગમાં ગગન નારંગ,હોકીમાં શ્રી ધનરાજ પિલ્લે વિગેરે જેવા કોચીઝની સેવાઓ લેવામાં આવે છે. હાલમાં રાજયના વિવિધ જીલ્લાઓમાં જુદી-જુદી ૧૨ રમતોની ૧૮ એકેડમીઓ કાર્યરત છે.

 • વર્ષ-૨૦૧૯-૨૦માં કુલ-૬૨૧ ખેલાડી ભાઇઓ-બહેનોની પસંદગી કરવામાં આવેલ છે.

  હાલમાં કાર્યરત એકેડેમી તથા એક્સપર્ટ કોચની વિગત દર્શાવતું પત્રક

  ક્રમ

  રમતનું નામ

  એક્સપર્ટ કોચનું નામ

  એકેડેમીનું સ્થળ

  હોકી એકેડેમી

  ધનરાજ પિલ્લૈ

  માંજલપુર સ્પોર્ટસ કોમ્પલેક્ષ, વડોદરા

   

  શુટીંગ એકેડેમી

  ફરીદ ઉદ્દિન

  સી.કે.ચૌધરી

  બાસ્કેટબોલ એકેડેમી

  -

  સમા ઈન્ડોર સ્ટેડીયમ,વડોદરા

  એથ્લેટીક એકેડેમી

  શ્રી અજી મોન

  રમત સંકુલ,નડીયાદ

   

  જુડો એકેડેમી

  સતપાલ રાણા

  વોલીબોલ એકેડેમી

  બિરસિંગ યાદવ

  આર્ચરી એકેડેમી

  રતન સિંઘ

  ફેન્સીંગ એકેડમી

  -

  કુસ્તી એકેડમી

  -

  ૧૦

  ટેકવોન્ડો એકેડમી

  પ્રેમકુમાર

  ૧૧

  બાસ્કેટબોલ એકેડેમી

  -

  સીદસર સ્પોર્ટસ કોમ્પલેક્ષ, ભાવનગર

  ૧૨

  ટેબલ ટેનીસ

  -

  ૧૩

  ફુટબોલ એકેડેમી

  -

  નરોડા સ્પોર્ટસ કોમ્પલેક્ષ અમદાવાદ

  ૧૪

  ફુટબોલ એકેડમી

  તરૂણ રોય

  રમત સંકુલ હિંમતનગર

  ૧૫

  વોલીબોલ એકેડેમી

  -

  ૧૬

  ટેકવોન્ડો એકેડમી

  -

  સુરત

  ૧૭

  લોન્ગ એન્ડ મીડલ ડિસ્ટન્સ

  રીડમલ સિંગ

  રમત સંકુલ દાહોદ

  ૧૮

  ફુટબોલ એકેડમી

  -       

  રમત સંકુલ પાટણ

ક્રમ ઠરાવ અને પરીપત્ર તારીખ ડાઉનલોડ
સ્વામી વિવેકાનંદ બિન નિવાસી પ્રતિભા સંવર્ધન કેન્દ્ર (સી.ઓ.ઈ.) ઠરાવ-૧ ૩૦/૦૪/૨૦૧૨ PDF file that opens in new window. To know how to open PDF file refer Help section located at bottom of the site. (1.00 MB)
સ્વામી વિવેકાનંદ બિન નિવાસી પ્રતિભા સંવર્ધન કેન્દ્ર (સી.ઓ.ઈ.) ઠરાવ-૨ ૨૧/૦૬/૨૦૧૨ PDF file that opens in new window. To know how to open PDF file refer Help section located at bottom of the site. (1.00 MB)
સ્વામી વિવેકાનંદ બિન નિવાસી પ્રતિભા સંવર્ધન કેન્દ્ર (સી.ઓ.ઈ.) ઠરાવ-૩ ૦૫/૧૦/૨૦૧૩ sag-ramat-14-15.pdf (1.24 MB)
એક્સપર્ટ કોચની સેવા લેવા અને કેન્દ્રોને આપવાના સાધનો અને ઈન્ફ્રાસ્ટ્રકચર અંગેની કમિટી ૦૬/૦૩/૨૦૧૪ PDF file that opens in new window. To know how to open PDF file refer Help section located at bottom of the site. (1.37 MB)
સ્વામી વિવેકાનંદ નિવાસી પ્રતિભા સંવર્ધન કેન્દ્ર (સી.ઓ.ઈ.) શરુ કરવા અંગે ઠરાવ ૨૬/૦૩/૨૦૧૫ PDF file that opens in new window. To know how to open PDF file refer Help section located at bottom of the site. (972 KB)
સ્વામી વિવેકાનંદ નિવાસી પ્રતિભા સંવર્ધન કેન્દ્ર(સી.ઓ.ઈ.) ટુર્નામેન્ટ એક્સપોઝર ઠરાવ-૧ ૦૭/૦૭/૨૦૧૫ PDF file that opens in new window. To know how to open PDF file refer Help section located at bottom of the site. (952 KB)
સ્વામી વિવેકાનંદ નિવાસી પ્રતિભા સંવર્ધન કેન્દ્ર (સી.ઓ.ઈ.) ટુર્નામેન્ટ એક્સપોઝર ઠરાવ-૨ ૦૭/૦૭/૨૦૧૫ PDF file that opens in new window. To know how to open PDF file refer Help section located at bottom of the site. (957 KB)
સ્વામી વિવેકાનંદ બિન નિવાસી પ્રતિભા સંવર્ધન કેન્દ્ર (સી.ઓ.ઈ.)ના પસંદગી પામેલ ખેલાડીઓને અપાતી કીટ બાબત ૦૧/૦૭/૨૦૧૬ PDF file that opens in new window. To know how to open PDF file refer Help section located at bottom of the site. (1.10 MB)
સ્વામી વિવેકાનંદ નિવાસી પ્રતિભા સંવર્ધન કેન્દ્ર (સી.ઓ.ઈ.) ટુર્નામેન્ટ એક્સપોઝર ઠરાવ-૩ ૦૭/૦૭/૨૦૧૬ PDF file that opens in new window. To know how to open PDF file refer Help section located at bottom of the site. (957 KB)
૧૦ સી.ઓ.ઈ. પસંદગી પ્રક્રિયા (પોઈન્ટ સિસ્ટમ) - PDF file that opens in new window. To know how to open PDF file refer Help section located at bottom of the site. (2.38 MB)

Back to Top