યોજનાઓ વિગતવાર | યોજનાઓ | ડાયરેક્ટર જનરલશ્રી, સ્પોંર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર
યોજનાઓ વિગતવાર | યોજનાઓ | ડાયરેક્ટર જનરલશ્રી, સ્પોંર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર

યોજનાઓ વિગતવાર

શક્તિદૂત યોજના

શક્તિદૂત યોજના

રાજ્યના રમતગમત ક્ષેત્રે પ્રતિભાશાળી ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સિધ્ધિઓ હાંસલ કરી રાજ્ય અને રાષ્ટ્રનું નામ રોશન કરે તે માટે વર્ષ ૨૦૦૬માં ગુજરાત સરકાર દ્રારા ‘શક્તિદુત યોજના’ અમલમાં મુકવામાં આવેલ છે.

રાજ્યના આશાસ્પદ પ્રતિભાશાળી ખેલાડીઓમાં રહેલ ક્ષમતાને ધ્યાને લઈને તેમને જરૂરીયાતના ધોરણે Need Base રમતગમતની સંલગ્ન સુવિધાઓ પુરી પાડી એક્સલન્સ તરફ લઈ જઈ ચેમ્પિયન તૈયાર કરવાનો આ યોજનાનું ધ્યેય છે. ખેલાડીઓના દેખાવ અને ભવિષ્યમાં સારો દેખાવ કરવાની શક્યતાઓને ધ્યાને લઈ તેઓની જરૂરીયાત મુજબ પૌષ્ટિક આહાર, રમતગમતની અદ્યતન સુવિધા, આધુનિક સાધનો, સ્પોર્ટસકીટ ,સ્પર્ધાખર્ચ , નિષ્ણાંત પ્રશિક્ષકોની સેવાઓ, મેડીક્લેમ ઉપલબ્ધ કરાવવાની સાથે સાથે મનોવૈજ્ઞાનિક કાર્યશિબિર અને સ્પોર્ટસ મેડીસીન જેવી બાબતો માટે Need Base સહાય તરીકે ખેલાડીઓને પ્રોત્સાહન આપવાની જોગવાઈ છે.

વર્ષ ૨૦૦૭ થી ૨૦૧૫ સુધી શક્તિદૂત યોજનામાં સમાવિષ્ટ પ્રતિભાશાળી ખેલાડીઓ ને A,B, અને C કેટેગરી અંતર્ગત પ્રાયોરીટી રમતો ના આધારે અનુક્રમે રુ.૨૫ લાખ, રુ.૧૫ લાખ અને રુ. ૫ લાખ ની મહત્તમ વાર્ષિક મર્યાદામાં નાણાકીય સહાય આપવામાં આવતી હતી. પરંતુ વર્ષ ૨૦૧૬-૧૭ થી શક્તિદૂત યોજનામાં ખેલાડીઓની પસંદગી પોઈન્ટ સીસ્ટમ, ઓલમ્પિક ૨૦૨૦/૨૦૨૪ માં ભાગ લેવાની શક્યતાઓ અને નોન ઓલમ્પિક રમતમાં દેશનું પ્રતિનિધિત્વ કરનાર ખેલાડીઓના આધારે કરવામાં આવેલ છે. જેમાં ઓલમ્પિક ૨૦૨૦/૨૦૨૪ ના સંભવિત ખેલાડીઓ ને વાર્ષિક રુ. ૨૫ લાખ ની મહ્ત્ત્મ મર્યાદામાં તથા અન્ય પ્રતિભાશાળી ખેલાડીઓને વાર્ષિક રુ. ૫ લાખ અને યંગ ટેલેન્ટેડ ખેલાડીઓ ને રુ.૨.૫૦ લાખ ની મહત્તમ મર્યાદામાં નીડબેઝ સહાય આપવામાં આવે છે. જેમાં ખેલાડી ને વિદેશમાં સ્પર્ધા, ટ્રેનિંગમાં મોકલવાની જોગવાઈ પણ છે.તદઉપરાંત દરેક ખેલાડીઓ ને રુ.૫.૦૦ લાખના મેડીક્લેમ અને રુ.૫.૦૦ લાખના અક્સ્માત મૃત્યુ વીમાથી સુરક્ષિત કરવામાં આવે છે.

વર્ષ ૨૦૦૭ થી ૨૦૧૭ સુધીમાં શક્તિદૂત યોજના અંતર્ગત કુલ ૭૭૭ ખેલાડીઓ લાભ લઈ ચુક્યા છે તેમજ કુલ રુ.૧૫.૬૬ કરોડની નાણાકીય સહાય ચુકવવામાં આવી છે. વર્ષ ૨૦૧૭-૧૮ અંતર્ગત ૬૦ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે જેમાંથી ૨૩ ખેલાડીઓ ઓલમ્પિક ૨૦૨૦/૨૦૨૪ના ટાર્ગેટેડ ખેલાડી તરીકે સમાવેશ કરવામાં આવેલ છે.હવે શક્તિદૂત યોજના નો ધ્યેય ૨૦૨૦/૨૦૨૪ માટે ઓલમ્પિયન તૈયાર કરવાનો છે. વર્ષ ૨૦૧૭-૧૮માં અત્યાર સુધી કુલ રુ. ૩૨૦.૨૧ લાખની નાણાકીય સહાય ખેલાડીઓને આપવામાં આવેલ છે.

શક્તિદુત યોજના વર્ષ ૨૦૧૮-૧૯ માટે પસંદગી પામેલ ખેલાડીઓ ની યાદી

ક્રમ ખેલાડીનું નામ રમત કેટેગરી
શ્રી મુરલી ગાવિત એથ્લેટીક્સ ઓલમ્પિક ૨૦૨૦/૨૦૨૪ ટાર્ગેટેડ ખેલાડીઓ
કુ.સરિતા ગાયકવાડ એથ્લેટીક્સ
કુ. અનુષ્કા પરીખ બેડમિન્ટન
કુ. તસ્નીમ મીર બેડમિન્ટન
શ્રી હરમીત દેસાઈ ટેબલ ટેનિસ
શ્રી માનવ ઠક્કર ટેબલ ટેનિસ
શ્રી માનુષ શાહ ટેબલ ટેનિસ
કુ. લજ્જા ગોસ્વામી શુટિંગ
કુ.એલાવેનિલ વાલરિવન શુટિંગ
૧૦ કુ. અંકીતા રૈના ટેનિસ
૧૧ કુ. ઝીલ દેસાઈ ટેનિસ
૧૨ શ્રી દેવ જાવીઆ ટેનિસ
૧૩ શ્રી આર્યન ઝવેરી ટેનિસ
૧૪ કુ.આકાંક્ષા ભાન ટેનિસ
૧૫ કુ.વૈદેહી ચૌધરી ટેનિસ
૧૬ શ્રી મેઘ પટેલ ટેનિસ
૧૭ શ્રી માધવિન કામથ ટેનિસ
૧૮ કુ.માના પટેલ સ્વિમિંગ
૧૯ શ્રી અંશુલ કોઠારી સ્વિમિંગ
૨૦ શ્રી રુત્વિક ભટ્ટ સ્વિમિંગ
૨૧ શ્રી આર્યન નહેરા સ્વિમિંગ
૨૨ કુ.કલ્યાણી સકસેના સ્વિમિંગ
૨૩ શ્રી વિશ્વરાજ જાડેજા આઈસ સ્કેટિંગ
૨૪ શ્રી અજીત કુમાર યાદવ એથ્લેટીક્સ
૨૫ કુ.સિલ્કી નાગપુરે સ્વિમિંગ
૨૬ કુ. આશ્ના ચેવલી સ્વિમિંગ
૨૭ શ્રી મન શાહ ટેનિસ
૨૮ શ્રી કેવિન પટેલ ટેનિસ
૨૯ શ્રી અમન પટેલ ટેનિસ
૩૦ કુ.ભક્તિ પરવાની ટેનિસ
૩૧ શ્રી ધ્વજ હરિઆ બિલિયર્ડસ અન્ય પ્રતિભા શાળી ખેલાડીઓ
૩૨ શ્રી રુપેશ શાહ બિલિયર્ડસ
૩૩ કુ.ધ્યાના પટેલ ચેસ
૩૪ કુ.વિશ્વા વાસણાવાલા ચેસ
૩૫ શ્રી માનુષ શાહ ચેસ
૩૬ શ્રી ફેનિલ શાહ ચેસ
૩૭ શ્રી જીત જૈન ચેસ
૩૮ કુ.મિશરી પરીખ આર્ટીસ્ટીક સ્કેટિંગ
૩૯ કુ. ભાવિતા માધુ આર્ટીસ્ટીક સ્કેટિંગ
૪૦ કુ. ખુશી પટેલ આર્ટીસ્ટીક સ્કેટિંગ
૪૧ શ્રી રુષિરાજ બારોટ શુટિંગ
૪૨ શ્રી પૃથ્વીરાજ અયાચી શુટિંગ
૪૩ કુ.સાદિયા મલેક શુટિંગ
૪૪ કુ.દિલપ્રીત કૌર સ્વિમિંગ
૪૫ કુ.ડોલ્ફી સારંગ સ્વિમિંગ
૪૬ કુ.નિયતિ શાહ સ્વિમિંગ
૪૭ શ્રી કુશાન શાહ ટેનિસ
૪૮ શ્રી વિશેષ પટેલ ટેનિસ
૪૯ કુ.શ્રધ્ધા કથિરિયા એથ્લેટીક્સ
૫૦ કુ. આયુષી ગૌદાની તાઈકવાન્ડો
૫૧ કુ. કિંજલ વાળા વોલીબોલ
૫૨ કુ. પલ્લવી રેતીવાલા ટ્રાયથ્લોન
૫૩ શ્રી દ્વીપ શાહ આર્ટીસ્ટીક સ્કેટીંગ યંગ ટેલન્ટ ખેલાડીઓ
૫૪ કુ. શેનાન ક્રિશ્ચ્યન બેડમિન્ટન
૫૫ કુ. રિયા ગજજર બેડમિન્ટન
૫૬ શ્રી યુવરાજ પટેલ સ્વિમિંગ
૫૭ શ્રી આર્યન પંચાલ સ્વિમિંગ
૫૮ કુ.નીવા શર્મા સ્વિમિંગ
૫૯ કુ.આર્યા ઠક્કર સ્વિમિંગ
૬૦ શ્રી રાજીન્દરસિંગ આનંદ સ્વિમિંગ
૬૧ કુ. ફ્રેનાઝ ચિપિયા ટેબલ ટેનિસ
૬૨ કુ.ફિલ્ઝાફાતીમા કાદરી ટેબલ ટેનિસ
૬૩ શ્રી કૌશલ ભટ્ટ ટેબલ ટેનિસ
૬૪ શ્રી ઇશાન હિંગોરાની ટેબલ ટેનિસ
૬૫ શ્રી વ્રજ ગોહિલ ટેનિસ
૬૬ શ્રી સ્મિત પટેલ ટેનિસ
૬૭ કુ. પ્રિયાંસી ભંડારી ટેનિસ
૬૮ કુ.મોનિકા નાગપુરે ટ્રાયથ્લોન
૬૯ કુ.સનોફર પઠાણ કુસ્તી

ચકાસણી સમિતિ દ્વારા રમતગમત પુરસ્કાર નક્કી કર​વા માટે મેળવેલા પોઇન્ટ્સની અને આપ​વામાં આવેલા ભારાંકની ગણતરી માટે સૂચિત મૂલ્યાંકન સૂચનાઓ sag-ramat-14-15.pdf (2.38 MB)

શક્તિદૂતના ખેલાડીઓ, વર્ષ - ૨૦૧૮-૧૯

ખેલાડીની યોગ્યતા

  • સ્કુલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડીયા દ્વારા માન્ય રમતો, કોમનવેલ્થ ગેઇમ્સ , એશિયન ગેઇમ્સ તથા આફ્રો એશિયન ગેઇમ્સ અને ઓલિમ્પિકમાં સમાવિષ્ટ રમતોને માન્ય ગણવામાં આવશે અને તેની સિધ્ધીની યોગ્યતાના ધોરણો અંગે સરકારીશ્રી દ્વારા નિયુકત થયેલ સમિતિ દ્વારા નકકી કરવામાં આવશે.
  • ૧૨ વર્ષથી નીચેની વયના ખેલાડીઓ જેઓ રાજયકક્ષાએ યોજાનાર સ્પર્ધામાં વિજેતા બને તેમની રમત સિધ્ધિઓના આંકને લક્ષમાં લઇને આ યોજના હેઠળ તેમની પસંદગી કરવામાં આવે છે.
  • માન્ય ઓલ ઇન્ડિયા ફેડરેશન દ્વારા યોજાતી ઓપન વિભાગની જુનિયર/ સબ જુનિયર સ્પર્ધાઓમાં વિજેતા થનાર ખેલાડીઓને તેમની સિધ્ધિની અગ્રતાના ધોરણે આ યોજનામાં સમાવિષ્ટ કરવામાં આવશે.
  • આ યોજના માટે પસંદગી પામતા ખેલાડીની અગાઉની બે વર્ષની રમતગમતની સિધ્ધિઓ ધ્યાને લેવામાં આવશે.
  • પસંદગી વખતે રમતવીરની ઉંમર ૨૦ વર્ષ સુધીની હોવી જોઇએ. આમ છતાં અન્ય રીતે યોગ્યતા ધરાવતા હોય તેવા ખેલાડીઓના કેસમાં ગુણદોષના આધારે વય મર્યાદામાં છૂટછાટ આપવા સારૂ ખાસ કિસ્સા તરીકે સરકારશ્રીની મંજૂરીને આધીન સહાય આપવા વિચારણા કરી શકાશે.
  • કોઇ રમતવીર પ્રતિબંધિત દવાઓનું સેવન કરતા માલૂમ પડશે અથવા બીજી રીતે અશકત થઇ જશે તો તેઓને તાત્કાલિક આ યોજનામાંથી પડતા મૂકવામાં આવશે.

યોગ્યતા માટેના ઉપરોકત માપદંડો સામાન્ય રીતે ધ્યાને લેવામાં આવશે પરંતુ કોઇ રમતવીરની વિશિષ્ટ સિધ્ધિને ધ્યા્ને લઇને આંતરરાષ્ટ્રીય સ્તરે તેની પ્રતિભા વિસ્તારવા માટે અને તેની ક્ષમતાઓનો પૂર્ણ રીતે વિકાસ થાય તે માટે આ યોજના અન્વયે અપવાદરૂપ કિસ્સા તરીકે આવા ખેલાડીઓ માટે સમિતિ નિર્ણય લઇ શકશે.

શક્તિદૂત યોજના-સમિતિ

માન.મંત્રીશ્રી, (ર.ગ.) અધ્યક્ષ
સચિવશ્રી, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર સભ્ય
કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ સભ્ય
ડાયરેકટર જનરલશ્રી, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર સભ્ય
સચિવશ્રી, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત સભ્ય સચિવ

આ યોજનાનો લાભ લેવા માટે ઉપરોકત યોગ્યતા ધરાવતા ખેલાડીઓએ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા દૈનિક વર્તમાન પત્રમાં જાહેર નિવિદા પ્રસિધ્ધ થયે અરજી કરી શકશે.

સરકારી ઠરાવ

ક્રમ ઠરાવ તારીખ ઠરાવ ક્રમાંક ઠરાવનો વિષય શાખા ડાઉનલોડ્સ
૧૭-૦૮-૨૦૧૫ એસ​એજી-૧૦૨૦૦૫-૧૫૭૪-બ​ શક્તિદૂત યોજના અંગેની સંકલિત સુચનાઓ બ​ sag-ramat-14-15.pdf (16.5 MB)
૦૮-૦૭-૨૦૦૮ એસ​એજી-૧૦૨૦૦૫-૧૫૭૪-બ​ શક્તિદૂત યોજનાના અમલ માટે સમિતિની રચના કરવા બાબત​ બ​ sag-ramat-14-15.pdf (654 KB)
૩૧-૦૮-૨૦૦૨ એસ​એજી-૧૦૨૦૦૫-૧૫૭૪-બ​ શક્તિદૂત યોજના શરૂ કરવા વહીવટી મંજૂરી આપવા બાબત (નવી બાબત ૨૦૦૬-૨૦૦૭) બ​ sag-ramat-14-15.pdf (2.55 KB)
૨૦-૦૨-૨૦૦૯ એસ​એજી-૧૦૨૦૦૫-૧૫૭૪-બ​ શક્તિદૂત યોજના શરૂ કરવા વહીવટી મંજૂરી આપવા બાબત sag-ramat-14-15.pdf (289 KB)
૦૮-૦૨-૨૦૧૦ એસ​એજી-૧૦૨૦૦૫-૧૫૭૪-બ​ શક્તિદૂત યોજના શરૂ કરવા વહીવટી મંજૂરી આપવા બાબત બ​ sag-ramat-14-15.pdf (335 KB)

Back to Top