યોજનાઓ વિગતવાર | યોજનાઓ | ડાયરેક્ટર જનરલશ્રી, સ્પોંર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર
યોજનાઓ વિગતવાર | યોજનાઓ | ડાયરેક્ટર જનરલશ્રી, સ્પોંર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર

યોજનાઓ વિગતવાર

ઇનસ્‍કુલ યોજના

ગુજરાત સરકાર, રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગરના તા.૨૦/૪/૨૦૧૨ના ઠરાવ ક્રમાંકઃએસએજી/૧૦૨૦૧૨/૨૪૬/બ થી આદિજાતિના ખેલાડીઓ માટે આદિજાતિ ક્રિડા કૌશલ્ય વર્ધક કાર્યક્રમ અંતર્ગત સ્કીલ ડેવલપમેન્ટ કોચીંગ કેમ્પની યોજના નવી બાબત તરીકે મુકવામાં આવેલ હતી.

જેનું અમલીકરણ વર્ષ ૨૦૧૨-૧૩ના નાણાંકીય વર્ષથી કરવામાં આવેલ છે. જેમાં ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૧૪-૧૫ થી આદિજાતિ ક્રિડા કૌશલ્ય અંતર્ગત સ્કીલ ડેવલપમેન્ટ કોચીંગ કેમ્પની જગ્યા એ આ યોજનાના અમલ દરમ્યાનન તેની કાર્ય વ્યવસ્થા વધુ વ્યાંપક સર્વ સમાવેશ અને પરિણામલક્ષી બનાવવા ૨૧ દિવસે કોચીંગ કેમ્પનની જગ્યાયએ પુરા વર્ષ માટે ખેલાડીઓને અલ્પાહાર, સ્પર્ધા દરમ્યાનનો પ્રવાસ, સાધનો તેમજ જરૂર જણાયે મેદાનની સુવિધા તેમજ જે તે રમતના ૩૧ ટ્રેનરો દ્વારા ૮૬૮૦ આદિજાતિના ખેલાડીઓને વિના મુલ્યેે તાલીમ આપવામાં આવે છે. વિભાગના તા.૩૦/૫/૨૦૧૪ના સુધારા ઠરાવથી વર્ષ ૨૦૧૭-૧૮ માં ૧૬ શાળાઓની પસંદગી કરવામાં આવેલ છે.

આદિજાતિ વિસ્તારના ૧૧ જીલ્લાઓમાંથી ૧૬ શાળાઓ પસંદગી કરી આદિજાતિ ઇનસ્કુલ યોજનામાં અમલીકરણ હાથ ધરવામાં આવેલ છે. વર્ષ ૨૦૧૭-૧૮ માં રૂ.૫૦૦.૦૦ લાખની બજેટ જોગવાઇ કરવામાં આવેલ છે. જે પૈકી રૂ. ૩૯૫.૬૭ લાખનો ખર્ચ થયેલ છે.

શિક્ષણ સાથે રમતના સમન્વય યોજના અંતર્ગત ઇન સ્કુલ પ્રોગ્રામ

ગુજરાત સરકાર દ્વારા તા.૪/૮/૨૦૧૪ના ઠરાવ ક્રમાંકઃએસએજી/૧૦૨૦૧૩/૨૪૧૪/ બ થી શિક્ષણ સાથે રમતના સમન્વય માટેની યોજના અંતર્ગત રાજયની ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓમાં ’’ઇનસ્કુલ’’ યોજના કાર્યાન્વિત કરવા માટે મંજુરી આપવામાં આવેલ છે.

રાજયમાં રમતગમતનો વિકાસ અને તેનો વ્યાપ વધે તે માટે પ્રાથમિક તેમજ માધ્યમિક શાળામાં અભ્યાસ કરતાં બાળકોને શિક્ષણ સાથે રમતગમતની તાલીમ આપવામાં આવે તો રાજયનું સ્તર ચોકકસપણે ઉંચુ આવે તેવા ઉમદા હેતુસર સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપથી શિક્ષણ સાથે રમતના સમન્વય માટેની યોજના અંતર્ગત ’’ઇનસ્કુલ પ્રોગ્રામ’’ શરૂ કરવામાં આવેલ છે.

આ યોજના અંતર્ગત ધોરણ-૧ થી ખેલાડીઓની Mortar એબીલીટી અને સ્કીલ ડેવલોપ કરવાના પ્રયત્નો હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ વય પ્રમાણે મલ્ટી સ્પોર્ટસ એકસ્પોઝર આપવામાં આવશે. દા.ત.બોકસીંગ અને શુટીંગ જેવી રમતમાં તાલીમની વય ૧૪ વર્ષ બાદ આપવાની હોય માધ્યમિક શાળામાં પણ આ યોજનાનો સમાવેશ કરવામાં આવેલ છે. આ શાળાઓ સ્પોર્ટસ સ્કુલ માટેની નર્સરી તરીકે કામ કરશે. અને આ નવી યોજના પ્રમાણે બેઝીઝ ઉપર ઓછામાં ઓછી ૫ વર્ષ માટે રમતની તાલીમ માટે આઉટ સોર્સીગ દ્વારા કરવામાં આવશે. જેમાં સાધનો પણ એજન્સી લાવે તેવા પ્રયત્નો કરવામાં આવશે. પરંતુ જરૂર પ્રમાણેના સાધનો અને મેદાન વિગેરે માટે કેપીટલ ખર્ચ કરવામાં આવશે. આ ઉપરાંત પુરા વર્ષ માટે ખેલાડીઓને સ્પર્ધા દરમ્યાનનો પ્રવાસ, સાધનો તેમજ જરૂર જણાયે મેદાનની સુવિધા તેમજ જે તે રમતના કુલ ૩૮૭ ટ્રેનરો દ્વારા ખેલાડીઓને તાલીમ આપ​વામાં આવે છે. જેમાં પી.પી.પી.મોડ પ્રમાણે એજન્સી અને શાળાને શાળાના સમય બાદ સ્થાનિક પ્રજાને પ્રશિક્ષણ આપવા પ્રોત્સાહિત કરવામાં આવનાર છે.

રાજયના ૩૩ જીલ્લાઓમાંથી ૨૦૮ શાળાઓમાં કુલ ૩૮૭ ટ્રેનરો દ્વારા ૧,૦૮,૩૬૦ ખેલાડીઓને તાલીમ આપવામાં આવે છે. વર્ષ ૨૦૧૭-૧૮ માં રૂ.૨૦૦૦.૦૦ લાખની બજેટ જોગવાઇ કરવામાં આવેલ છે. જે પૈકી રૂ. ૧૭૧૬.૯૧ લાખનો ખર્ચ થયેલ છે.

સ્‍કુલ સ્‍પોર્ટસ કોન્‍ટેકટ પ્રોગ્રામ

રમતગમત, યુવા અને સાંસ્‍કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગરના તા.ર૮/૦૭/ર૦૧૭ ના ઠરાવ ક્રમાંકઃએસએજી/૧૦ર૦૧૬/ર૪૦પ/બ થી રાજય સરકાર દ્વારા ખેલમહાકુંભમાં સારું પ્રદર્શન કરેલ શાળાઓને સાધનો અને મેદાન સુધારા માટે સહાય અને તે શાળાના વ્યાયામ શિક્ષકોને તાલીમ આપીને શાળાની Capacity Building માટેની યોજના કાર્યાન્વિ્ત કરવામાં આવે છે. આ સ્‍કુલ સ્‍પોર્ટસ કોન્‍ટેકટ પ્રોગ્રામ માટે ચાલુ નાણાંકીય વર્ષ ર૦૧૭-૧૮ માં રૂ.૧૦૦૦.૦૦ લાખની વહીવટી મંજુરી આપવામાં આવેલ છે.

સ્‍કુલ સ્‍પોર્ટસ કોન્‍ટેકટ પ્રોગ્રામ માટે જનરલ પ્‍લાન સદરમાં રૂ.૬૦૦.૦૦ લાખ, એસ.સીએસ.પી સદરે રૂ.ર૦૦.૦૦ લાખ અને ટી.એસ.પી. સદરે રૂ.ર૦૦.૦૦ લાખ એમ મળીને કુલ રકમ રૂ.૧૦૦૦.૦૦ લાખની બજેટ જોગવાઇ કરવામાં આવેલ છે. આ યોજના ચાલુ નાણાંકીય વર્ષ ર૦૧૭-૧૮માં વહીવટી મંજુરી મળેલ હોવાથી આ યોજનામાં રૂ.૪૬.૪૧ નો ખર્ચ કર​વામાં આવેલ છે.

આદીજાતી ઇનસ્કુલ યોજનાનું અરજી પત્રક​ sag-ramat-14-15.pdf (1.13 MB)

સરકારી ઠરાવ

ક્રમ ઠરાવ તારીખ ઠરાવ ક્રમાંક ઠરાવનો વિષય શાખા ડાઉનલોડ્સ
૦૪-૦૮-૨૦૧૪ એસ​એજી-૧૦૨૦૧૩-૨૪૧૪-બ​ રૂ.૬૭૫ લાખ શિક્ષણની સાથે રમતગમતના સમન્વય માટેની યોજના અંગેના ખર્ચની વહીવટી મંજુર આપવા બાબત​ બ​ PDF file that opens in new window. To know how to open PDF file refer Help section located at bottom of the site. (1.65 MB)
૩૦-૦૫-૨૦૧૪ એસ​એજી-૧૦૨૦૧૨-૨૪૬-બ આદિજાતિના ખેલાડીઓ માટે ક્રિડા કૌશલ્ય વર્ધક કાર્યક્રમનો અમલ કરવા બાબત​ બ​ PDF file that opens in new window. To know how to open PDF file refer Help section located at bottom of the site. (1.04 MB)
૨૦-૦૪-૨૦૧૨ એસ​એજી-૧૦૨૦૧૩-૨૪૧૪-બ​ નવી બાબત​-૨૦૧૨-૧૩-આદિજાતિના ખેલાડીઓ માટે ક્રિડા કૌશલ્ય વર્ધક કાર્યક્રમ માટે રૂ.૫૧૨.૪૦ લાખની વહીવટી મંજૂરી આપવા બાબત​ બ​ PDF file that opens in new window. To know how to open PDF file refer Help section located at bottom of the site. (555 KB)

Back to Top