યોજનાઓ વિગતવાર | યોજનાઓ | ડાયરેક્ટર જનરલશ્રી, સ્પોંર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર
યોજનાઓ વિગતવાર | યોજનાઓ | ડાયરેક્ટર જનરલશ્રી, સ્પોંર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર

યોજનાઓ વિગતવાર

ડિસ્‍ટ્રીક્ટ લેવલ સ્‍પોર્ટસ સ્‍કુલ (DLSS)

Sports Authority of Gujarat : Sports, Youth and Culture Activities Department, Government of Gujarat

રમતગમત​, યુવા અને સાંસ્કૃતિક પ્ર​વૃત્તિઓ વિભાગ હસ્તકની કચેરી સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત​, ગાંધીનગર દ્વારા પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશીપથી ખેલ પ્રશિક્ષણ અને શાળાકીય શિક્ષણના બેવડા ધ્યેયને ચરીતાર્થ કર​વા એક સંયોજીત યોજના જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલ વર્ષ ૨૦૧૩-૧૪ થી અમલમાં મુક​વામાં આવેલ છે

આ યોજના અંતર્ગત રાજયમાં નામાંકિત શાળાઓ જેમાં રમતગમતને લગતી માળખાકીય સુવિધાઓ, ઉચ્ચ ગુણવત્તાયુકત શિક્ષણ અને હોસ્ટેલ સુવિધાઓ ધરાવતી હોય તેવી શાળાઓની આ યોજના હેઠળ પસંદગી કરવામાં આવે છે. જે પૈકી વર્ષ ૨૦૧૪-૧૫ થી વર્ષ ૨૦૧૯-૨૦ દરમ્યાન નીચે મુજબની શાળાઓને સ્પોર્ટસ સ્કુલ તરીકે પસંદગી કરવામાં આવેલ છે.

વર્ષ

શાળા

રમત

૨૦૧૪-૧૫

૧૪

૨૦૧૫-૧૬

૧૬

૧૭

૨૦૧૬-૧૭

૧૬

૨૦

૨૦૧૭-૧૮

૩૪

૨૧

૨૦૧૮-૧૯

૩૬

૨૧

૨૦૧૯-૨૦

૪૦

૨૨

ખેલમહાકુંભમાંથી શોધેલ પ્રતિભશાળી ખેલાડીઓને જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલમાં યંગ ટેલેન્ટ (પ્રતિભાશાળી) અને પ્રુવન ટેલેન્ટ (જે તે રમતમા સિદ્ધિ પ્રાપ્ત કરેલ​) ખેલાડીઓ તરીકે જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલ યોજના હેઠળ સમાવેશ કરવામાં આવે છે.

યંગ ટેલેન્ટ (વાય​.ટી) અને પ્રુવન ટેલેન્ટ (પી.ટી.) ખેલાડીઓને ડી.એલ.​એસ.​એસ. યોજના હેઠળ પ્ર​વેશ આપી વીના મૂલ્યે શિક્ષણ​, અભ્યાસને લગતી સ્ટેશનરી, પુસ્તકો, નિવાસ​, ભોજન​, શાળાનો ગણ​વેશ તેમજ રમતને અનુરૂપ અત્યાધુનિક સાધનો અને ડ્રેસ​, સ્પોર્ટસ કીટ વિગેરે લાભો આપવામાં આવે છે.

પસંદ પામેલ ખેલાડીઓને નિષ્ણાંત કોચીઝ દ્વારા વૈજ્ઞાનિક ઢબે સ​વાર​-સાંજ ધનિષ્ઠ તાલીમ આપ​વામાં આવે છે. તેમજ શાળામાં ભણતા બાળકોને ઇનસ્કુલ પ્રોગ્રામ હેઠળ પાંચ પી.ટી.ના પિરીયડ દરમ્યાન રમતગમતની તાલીમ પુરી પાડવામાં આવે છે.

વીઝન 

રાજયના ખેલાડીઓને રમતગમત ક્ષેત્રે રૂચી કેળવવા, રમતગમત ક્ષેત્રમાં ઉચ્ચતમ સિધ્ધિઓ હાંસલ કરવા અને રાષ્ટ્રીય તથા  આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓ માટે સક્ષમ બનાવવા

ડી.એલ​.એસ​.એસ​. સ્કિમનાં પરીપત્ર​

ક્રમ તારીખ પરિપત્ર​ ક્રમાંક પરિપત્ર​નો વિષય ડાઉનલોડ
૨૨/૦૨/૨૦૧૭ એસ.એ.જી.-ડી.એલ.એસ.એસ.-૨૦૧૬૧૭-૧ સ્પોંર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ઉપરોક્ત વેચાણે લીધેલ પરીપત્રથી જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કૂલ યોજના અંતર્ગત પસંદગી પામેલ નિવાસી તથા બિનનિવાસી શાળાઓમાં કરવાના થતાં ખર્ચ અંગેની મહત્તમ મર્યાદા નક્કી કરવા બાબત recognize-paripatra.pdf (1.90 MB)
૨૨/૦૨/૨૦૧૭ એસ.એ.જી.-ડી.એલ.એસ.એસ.-૨૦૧૬૧૭-૨ સ્પોંર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા વેચાણે લીધેલ ક્રમ નં-૧ અને ૨ ઉપરનાં હુકમની જોગવાઇ અન્વયે રાજ્યમાં પબ્લીક અને પ્રાઇવેટ પાર્ટનરશીપ જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલો ઉભી કરવામાં આવેલ છે. recognize-paripatra.pdf (1.00 MB)
૨૨/૦૨/૨૦૧૭ એસ.એ.જી.-ડી.એલ.એસ.એસ.-૨૦૧૬૧૭-૩ રાજ્ય સરકાર દ્વારા પબ્લીક અને પ્રાઇવેટ પાર્ટનરશીપથી શરૂ કરવામાં આવેલ જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલ યોજના અંતર્ગત પસંદગી પામેલ શાળાઓને વધુ સારી માળખાકીય સુવિધાઓ મળી રહે તે હેતુસર અને શાળામાં પ્રવેશ મેળવનાર ખેલાડીઓને વધુ સારુ પ્રશિક્ષિણ મળી રહે તે માટે નીચે મુજબના ધારા-ધોરણ નક્કી કરવામાં આવેલ છે. recognize-paripatra.pdf (1.09 MB)
૨૨/૦૨/૨૦૧૭ એસ.એ.જી.-ડી.એલ.એસ.એસ.-૨૦૧૬૧૭-૧ રાજ્ય સરકાર દ્વારા પબ્લીક અને પ્રાઇવેટ પાર્ટનરશીપથી રાજ્યના રમતગમતનો વિકાસ થાય તેમજ રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય કક્ષાએ રાજ્યના ખેલાડીઓ ભાગ લેતા થાય અને મેડલ જીતી રાજ્યનું ગૌરવ વધારે તે માટે જરૂરી સુવિધાઓ અને રમતગમતના સાધનો પુરા પાડી ખેલાડીઓને વિવિધ રમતના નિષ્ણાંત અને એક્સ્પર્ટ કોચીઝ દ્વારા તાલીમ આપવા જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલ યોજના શરૂ કરવામા આવેલ છે. recognize-paripatra.pdf (2.05 MB)

ડી.એલ​.એસ​.એસ​. સ્કિમનાં સરકારી ઠરાવ​

ક્રમ તારીખ ઠરાવ ક્રમાંક ઠરાવનો વિષય ડાઉનલોડ
૦૯/૧૧/૨૦૧૬ એસએજી-૧૦૨૦૧૩-૨૩૨-બ રાજ્યમાં પબ્લીક અને પ્રાઇવેટ પાર્ટનરશીપથી જીલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલ ઉભી કરવા બાબત recognize-paripatra.pdf (782 KB)
૧૩/૦૬/૨૦૧૩ એસએજી-૧૦૨૦૧૩-૨૩૨-બ ૨૦૧૩-૧૪ નવી બાબત : પબ્લીક અને પ્રાઇવેટ પાર્ટનરશીપથી રમતગમત શાળાઓ શરૂ કરવા અંગે વહીવટી મંજૂરી આપવા બાબત. recognize-paripatra.pdf (1.76 MB)

જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કૂલો (DLSS School)

ક્રમ સ્કુલનું નામ જીલ્લો નિવાસી / બિન નિવાસી માધ્યમ  બોર્ડ  રમતો સંસ્થામાં મળવાપાત્ર પ્રવેશ ભાઈઓ / બહેનો
શ્રી પી.એમ.જી. ઠાકર આદર્શ હાઇ સ્કુલ, કડી (ધો.૧ થી ૧૦ અને ધો.૧૧-૧૨ આર્ટસ, કોમર્સ, સાયન્સ)  મહેસાણા નિવાસી ગુજરાતી ગુજરાત જીમ્નાસ્ટીક્સ, વોલીબોલ, હેન્ડબોલ, ટેકવોન્ડો, કબડ્ડી ભાઈઓ અને બહેનો
શ્રી જે.બી શાહ ઇંગ્લીશ મિડીયમ સ્કુલ, મોડાસા (ધો.૧ થી ૧૦ અને ધો.૧૧-૧૨ સાયન્સ) અરવલ્લી નિવાસી ઇગ્લીંશ ગુજરાત હોકી, ટેબલ-ટેનીસ, એથ્લેટીકસ ભાઈઓ અને બહેનો
શ્રી જે.બી અને એસ.એ સાર્વજનિક શાળા, વ્યારા (ધો.૧ થી ૧૦ અને ધો.૧૧-૧૨ આર્ટસ, કોમર્સ, સાયન્સ)  તાપી નિવાસી ગુજરાતી  /ઇગ્લીંશ ગુજરાત એથ્લેટીકસ, કબડ્ડી, ખો-ખો, વોલીબોલ, શુટીંગ ભાઈઓ અને બહેનો
શ્રી લક્ષ્મણ જ્ઞાનપીઠ સંસ્કારધામ, સાણંદ (ધો.૧ થી ૧૦ અને ધો.૧૧-૧૨ આર્ટસ, કોમર્સ, સાયન્સ) અમદાવાદ નિવાસી ગુજરાતી  /ઇગ્લીંશ ગુજરાત/ સી.બી.એસ.ઈ. એથ્લેટીકસ, શુટીંગ, ફુટબોલ, આર્ચરી, ચેસ, જુડો ભાઈઓ
શ્રી એસ.આર હાઇ સ્કુલ, દેવગઢ બારીયા (ધો.૧ થી ૧૦ અને ધો.૧૧-૧૨ આર્ટસ, કોમર્સ, સાયન્સ)  દાહોદ નિવાસી ગુજરાતી ગુજરાત સ્વીમીંગ, આર્ચરી, એથ્લેટીક્સ, જુડો, કુસ્તી, હોકી ભાઈઓ અને બહેનો
શ્રી કડવીબાઇ વિરાણી કન્યા વિદ્યાલય, રાજકોટ (ધો.૧ થી ૧૦ અને ધો.૧૧-૧૨ આર્ટસ, કોમર્સ, હોમ સાયન્સ ) રાજકોટ નિવાસી ગુજરાતી ગુજરાત જુડો, શુટીંગ, એથ્લેટીક્સ બહેનો
આદર્શ પ્રાથમિક શાળા, ભોલેશ્વર, હિંમતનગર (ધો. ૧થી ૮)  સાબરકાંઠા નિવાસી ગુજરાતી ગુજરાત એથ્લેટીક્સ,આર્ચરી, ખો-ખો, સ્વીમીંગ, ફેન્સીંગ ભાઈઓ અને બહેનો
અંબુભાઈ પુરાણી હાઈસ્કુલ, રાજપીપળા (૬ થી ૧૦ અને ધો.૧૧-૧૨ આર્ટસ, કોમર્સ)   નર્મદા નિવાસી ગુજરાત ગુજરાત જીમ્નાસ્ટીક્સ, સ્વીમીંગ ભાઈઓ અને બહેનો
ઉર્મિ સ્કુલ, સમા રોડ (ધો. ૧થી ૧૦ અને ધો.૧૧-૧૨ કોમર્સ, સાયન્સ) વડોદરા નિવાસી ગુજરાતી/ ઇગ્લીંશ ગુજરાત/ સી.બી.એસ.ઈ. બાસ્કેટબોલ, ચેસ, સ્વીમીંગ, જુડો ભાઈઓ અને બહેનો
૧૦ સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટીટ્યુટ, કાળીયાબીડ (ધો.૧ થી ૧૦ અને ધો. ૧૧-૧૨ આર્ટસ, કોમર્સ, સાયન્સ) ભાવનગર નિવાસી ગુજરાતી  /ઇગ્લીંશ ગુજરાત/ સી.બી.એસ.ઈ. / આઈ.સી.એસ.સી. બાસ્કેટબોલ, ટેબલ ટેનીસ, એથ્લેટીકસ ભાઈઓ અને બહેનો
૧૧ શ્રી વ્રજભુમિ ઇન્ટરનેશનલ સ્કુલ, મોગર (ધો. ૧થી ૧૦ અને ધો.૧૧-૧૨ સાયન્સ) આણંદ નિવાસી ઇગ્લીંશ સી.બી.એસ.ઈ ટેકવોન્ડો, ફુટબોલ ભાઈઓ અને બહેનો
૧૨ શ્રી બ્રહ્માનંદ વિદ્યાલય, ચાંપરડા ( ધો. ૧ થી ૧૦ અને ધો.૧૧-૧૨ કોમર્સ, સાયન્સ) જુનાગઢ નિવાસી ગુજરાતી/ઇગ્લીંશ ગુજરાત રાઈફલ શુટીંગ, વોલીબોલ, કુસ્તી, એથ્લેટીકસ, આર્ચરી ભાઈઓ અને બહેનો
૧૩ લોક વિદ્યાલય, વાલુકડ , પાલીતણા  ભાવનગર નિવાસી ગુજરાતી ગુજરાત ટેબલ ટેનીસ, હેન્ડબોલ ભાઈઓ અને બહેનો
૧૪ શ્રી એચ.કે. ઝાલા હાઈસ્કુલ, લીબડી  સુરેન્દ્રનગર નિવાસી ગુજરાતી ગુજરાત હોકી, ફેન્સીંગ, શુટીંગ ભાઈઓ અને બહેનો
૧૫ સર પ્રતાપ હાઇ સ્કુલ, ઇડર, (ધો.૧ થી ૧૦ અને ધો.૧૧-૧૨ આર્ટસ, કોમર્સ, સાયન્સ) સાબરકાંઠા બિન નિવાસી ગુજરાતી ગુજરાત જુડો, વોલીબોલ, ખો-ખો ભાઈઓ અને બહેનો
૧૬ શ્રી સી.વી મિસ્ત્રી સરસ્વતી વિદ્યાલય, ધોળકા (ધો.૧ થી ૧૦ અને ધો.૧૧-૧૨ આર્ટસ, કોમર્સ)  અમદાવાદ બિન નિવાસી ગુજરાતી ગુજરાત જુડો, કુસ્તી, કબડ્ડી ભાઈઓ અને બહેનો
૧૭ સી. એ. પટેલ લર્નીંગ ઇન્સ્ટીટ્યુટ, મોટા ફોફડીયા, તા.શિનોર, જિ. વડોદરા  વડોદરા  નિવાસી ગુજરાતી  /ઇગ્લીંશ ગુજરાત જીમ્નાસ્ટીક, આર્ચરી ભાઈઓ અને બહેનો
૧૮ જય ઇન્ટરનેશનલ સ્કૂલ, લોધીકા  રાજકોટ નિવાસી ઇગ્લીંશ સી.બી.એસ.ઇ. શુટીંગ, બાસ્કેટબોલ ભાઈઓ અને બહેનો
૧૯ શ્રી જે. એમ. ચૌધરી સાર્વજનિક કન્યા વિદ્યાલય, સેકટર-૭, ગાંધીનગર  ગાંધીનગર  નિવાસી ગુજરાતી  /ઇગ્લીંશ ગુજરાત ફેન્સીંગ, જુડો  ભાઈઓ અને બહેનો
૨૦ શ્રી સી. એન. વિદ્યાલય, કપડવંજ ખેડા નિવાસી ગુજરાતી ગુજરાત ફુટબોલ, ટેબલ ટેનીસ ભાઈઓ અને બહેનો
૨૧ આદર્શ હાઇસ્કૂલ  પાટણ  નિવાસી ગુજરાતી  /ઇગ્લીંશ ગુજરાત જુડો, વોલીબોલ  ભાઈઓ અને બહેનો
૨૨ શ્રી એમ.એસ.વી. હાઇસ્કુલ, માધાપર  કચ્છ નિવાસી ગુજરાતી  /ઇગ્લીંશ ગુજરાત સ્વીમીંગ, વોલીબોલ ભાઈઓ અને બહેનો
૨૩ શ્રી એન. બી. કામ્બલીયા વિદ્યાલય, જુનાગઢ જુનાગઢ નિવાસી ગુજરાતી   ગુજરાત કુસ્તી, હેન્ડબોલ બહેનો
૨૪ શ્રી જે.આર.દેસાઇ સ્કુલ, મોરા, તા.મોરવા પંચમહાલ નિવાસી ગુજરાતી   ગુજરાત આર્ચરી, કબડ્ડી ભાઈઓ અને બહેનો
૨૫ શ્રી બી. બી. એન્ડ પી.બી. હિરપરા કન્યા વિદ્યાલય, કાલાવડ જામનગર  નિવાસી ગુજરાતી   ગુજરાત ફુટબોલ, ટેક્વોંડો બહેનો
૨૬ જી. એમ. પટેલ ગર્લ્સ હાઇસ્કૂલ, ધ્રોલ, જિ. જામનગર (કન્યા વિદ્યાલય) જામનગર  નિવાસી ગુજરાતી   ગુજરાત એથ્લેટીક્સ, બાસ્કેટબોલ બહેનો
૨૭ વિદ્યા સભા સ્કુલ, અમરેલી  અમરેલી નિવાસી ગુજરાતી   ગુજરાત સ્વીમિંગ, હોકી ભાઈઓ અને બહેનો
૨૮ શ્રી વીરાભાઇ દેવાભાઇ માયાવંશી વિદ્યાલય, મુ.પો. પાંડવા  મહિસાગર નિવાસી ગુજરાતી   ગુજરાત કબડ્ડી, કુસ્તી ભાઈઓ અને બહેનો
૨૯ એકલવ્ય મોડલ રેસીડેન્સીયલ સ્કૂલ, સાપુતારા  ડાંગ નિવાસી ગુજરાતી   ગુજરાત હોકી, એથ્લેટીક્સ ભાઈઓ અને બહેનો
૩૦ એકલવ્ય મોડલ રેસીડેન્સીયલ સ્કૂલ, પુનીયાવાંટ છોટા ઉદેપુર નિવાસી ગુજરાતી   ગુજરાત આર્ચરી, ફુટબોલ ભાઈઓ અને બહેનો
૩૧ બ્લીસ ઇન્ટરનેશનલ પબ્લીક સ્કુલ, વિજાપુર હાઇવે, માણસા, જિ. ગાંધીનગર ગાંધીનગર નિવાસી     વોલીબોલ, કુસ્તી ભાઈઓ અને બહેનો
૩૨ બી.એસ. પટેલ પ્રાથમિક શાળા, તા.ગણદેવી, જિ.નવસારી નવસારી નિવાસી     હોકિ, શુટીંગ ભાઈઓ અને બહેનો
૩૩ તપોવન સંસ્કાર કેન્દ્ર, તા.ઝાડેશ્વર, જિ.ભરૂચ ભરૂચ નિવાસી     ફુટ્બોલ, કુસ્તી ભાઈઓ અને બહેનો
૩૪ સોમનાથ પ્રાયમરી, સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કૂલ, મું. ગોહિલની ખાણ,  તા.કોડીનાર, જિ. ગીર સોમનાથ ગીર સોમનાથ નિવાસી     વોલીબોલ, ફેંન્સિંગ ભાઈઓ અને બહેનો
૩૫ મયુર શૈક્ષણિક સંકુલ, મુ.નંદાણા,(જી.એમ.ડી.સી.હાઇસ્કૂલ), તા.જામ-કલ્યાણપુર જિ.દેવભુમિ દ્વારકા    દેવભુમિ દ્વારકા  નિવાસી     કુસ્તી, હેન્ડબોલ ભાઈઓ અને બહેનો
૩૬ નવ જીવન ન્યુ એરા પબ્લીક સ્કૂલ, મોરબી મોરબી નિવાસી     ટેકવોંડો, કબડ્ડી ભાઈઓ અને બહેનો

Back to Top