યોજનાઓ વિગતવાર | યોજનાઓ | ડાયરેક્ટર જનરલશ્રી, સ્પોંર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર
યોજનાઓ વિગતવાર | યોજનાઓ | ડાયરેક્ટર જનરલશ્રી, સ્પોંર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર

યોજનાઓ વિગતવાર

મહિલા ખેલાડીઓને પુરસ્‍કાર આપવાની યોજના

રમતગમત, યુવા અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના તા. ૧૯-૭-૨૦૦૦ ના ઠરાવ ક્રમાંક એસએજી/૧૦૨૦૦૦/૬૪૪/૪૦બ થી રમતગમત ક્ષેત્રે મહિલાઓનો સર્વાંગી વિકાસ સધાય અને વધુમાં વધુ મહિલાઓ વિવિધ રમતોમાં ભાગ લેતી થાય તે માટે પણ રાજ્ય સરકાર દ્વારા મહિલા ખેલાડીઓને પુરસ્‍કારની યોજના ૧૯૯૯-૨૦૦૦ થી અમલમાં છે. આ યોજના અંતર્ગત રાષ્‍ટ્રકક્ષાએ ભાગ લેનાર તેમજ રાજ્ય કક્ષાએ પ્રથમ આવનાર ખેલાડીને રૂા. ૪૮૦૦/-, દ્વિતીય ક્રમે રૂા. ૩૬૦૦/અ તથા તૃતિય ક્રમે રૂા. ૨૪૦૦/- લેખે પુરસ્‍કાર આપી પુરસ્‍કૃત કરવામાં આવે છે. વર્ષ ૨૦૧૫-૧૬માં ૧૧૭૨ ખેલાડીઓને રૂા. ૫૧.૦૩ લાખના રોકડ પુરસ્‍કાર આપી પ્રોત્‍સાહિત કરવામાં આવેલ છે. અત્‍યાર સુધીમાં ૧૬,૨૯૪ મહિલા ખેલાડીઓને રૂા. ૭૧૪-૭૬ લાખ કરતાં વધુ રકમના પુરસ્‍કારનું વિતરણ કરવામાં આવેલ છે.

અ.નં. વર્ષ મહીલા ખેલાડીઓની સંખ્‍યા રકમ રૂા. લાખમાં
૧૯૯૯-૨૦૦૦ ૭૩૪ ૩૧.૩૦
૨૦૦૦-૦૧ ૯૧૭ ૩૮.૩૨
૨૦૦૧-૦૨ ૬૬૯ ૨૮.૯૩
૨૦૦૨-૦૩ ૬૮૬ ૨૯.૬૭
૨૦૦૩-૦૪ ૫૬૧ ૨૩.૯૬
૨૦૦૪-૦૫ ૬૮૭ ૩૦.૫૬
૨૦૦૫-૦૬ ૮૨૨ ૩૬૫૭
૨૦૦૬-૦૭ ૬૮૯ ૩૧૪૪
૨૦૦૭-૦૮ ૬૫૧ ૨૯૧૮
૧૦ ૨૦૦૮-૦૯ ૧૮૫૩ ૮૧૦૦
૧૧ ૨૦૦૯-૧૦ ૧૮૫૩ ૮૧૦૦
૧૨ ૨૦૧૦-૧૧ ૯૭૭ ૪૩.૫૬
૧૩ ૨૦૧૧-૧૨ ૧૩૯૦ ૬૧.૦૪
૧૪ ૨૦૧૨-૧૩ ૧૫૩૪ ૬૮.૫૪
૧૫ ૨૦૧૩-૧૪ ૧૨૭૭ ૫૬.૧૩
૧૬ ૨૦૧૪-૧૫ ૧૬૭૮ ૭૩.૫૩
૧૭ ૨૦૧૫-૧૬ ૧૧૭૨ ૫૧.૦૩
કુલ ૧૬૨૯૪ ૭૧૪.૧૬

Back to Top