મિશન અને વિઝન | અમારા વિષે | ડાયરેક્ટર જનરલશ્રી, સ્પોંર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર
મિશન અને વિઝન | અમારા વિષે | ડાયરેક્ટર જનરલશ્રી, સ્પોંર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર

મિશન અને વિઝન

ઉદ્દેશ

સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના ઉદ્દેશપત્રમાં દર્શાવ્યા પ્રમાણે આ સત્તાતંત્ર રાજય અને ભારત સરકારની રમતગમત નીતિને સુસંગત રહીને ખેલકુદ પ્રવૃતિઓને ઉત્તેજન આપશે અને તેનો વિકાસ કરશે. (હાલમાં રાજય સરકાર ખેલકૂદ નીતિ વિચારણા હેઠળ છે.)

આ સત્તાતંત્રની ચાલુ પ્રવૃતિઓમાંથી નીચે મુજબના બે ઉદ્દેશો નિશ્ચિત થાય છે.

રમતગમતના વાતાવરણને વધુ લોકપ્રિય બનાવવું.

ગ્રામ્ય વિસ્તાર સહીત તમામ વિસ્તારોમાં બાળકો, મહિલાઓ સહિતના તમામ વર્ગોને વિભિન્ન રમતગમતોમાં ભાગ લેવાની તકો સાંપડે અને તેમાં રસ જાગે.

ઉત્કૃષ્ટતાને ઉત્તેજન આપવું.

અનેકવિધ પ્રવૃતિઓ પ્રતિભાનો તાગ મેળવી તેને ખીલવવાના હેતુ સાથે ઉત્કૃષ્ટતાને ઉત્તેજન આપવામાં આવે છે. વધુમાં ખાસ પ્રશિક્ષણ, રમતગમતના સાધનો અને માળખાગત સવલતો પુરી પાડીને તેની ગુણવત્તામાં વધારો કરવામાં આવે છે. ચંદ્રકો જીતી શકે તેવી ક્ષમતા ધરાવતા રમતવીરોને જુદી જુદી ઔપચારિક તેમજ અનૌપચારિક સ્પર્ધાઓ શોધી કાઢવામાં આવે છે અને તેમને વિવિધ પ્રકારનું સધન પ્રશિક્ષણ આપવામાં આવે છે.

આ બંને ઉદ્દેશો એકબીજાને પૂરક છે. પ્રથમ ઉદ્દેશ રમતગમત માટે માહોલ ઉભો કરવાનો છે જયારે બીજો ઉદ્દેશ સધન પ્રયત્નો રાજયમાં ચંદ્રક વિજેતાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવાનો છે.

Back to Top