પ્રવૃત્તિઓ | અમારા વિષે | ડાયરેક્ટર જનરલશ્રી, સ્પોંર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર
પ્રવૃત્તિઓ | અમારા વિષે | ડાયરેક્ટર જનરલશ્રી, સ્પોંર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર

પ્રવૃત્તિઓ

પ્રશિક્ષણ શિબિરો (કોચીંગ)

રાષ્‍ટ્રકક્ષાની વિવિધ રમતોની સ્‍પર્ધા પૂર્વેનાં પ્રિનેશનલ કોચીંગ કેમ્‍પનું આયોજન

સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ગુજરાત રાજયની વિવિધ રમતોમાં રાષ્ટ્રકક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લેવા જતી ટીમોનાં સ્પર્ધા પૂર્વેનાં 15 દિવસનાં પ્રિનેશનલ કોચીંગ કેમ્પાનું આયોજન હાથ ધરવામાં આવે છે. વર્ષ 2011-2012 દરમ્યાશન એસ.એ.જી દ્વારા વિવિધ રમતોની રાષ્ટ્રકક્ષા સ્પર્ધાઓ પૂર્વેનાં કુલ-55 પ્રિનેશનલ કોચીંગ કેમ્પો તાબાની કચેરીઓ ખાતેનાં રમત સંકુલો પર યોજવામાં આવેલ છે. આ પ્રિનેશનલ કોચીંગ કેમ્પોમાં કુલ.1962 ખેલાડી ભાઇઓ/ બહેનોએ ભાગ લીધેલ છે.

ખેલે ગુજરાત સમર કોચીંગ કેમ્પ-૨૦૧૬

કોચીંગ કેમ્‍પ
 • રાજયના પ્રતિભાશાળી ખેલાડીઓને ઘનિષ્ટ તાલીમ આપીને સ્પોર્ટસ સ્કુલ અને એક્સલન્સ એકેડમીમાં પ્રવેશ આપવા સમર કોચીંગ કેમ્પનું આયોજન કરવામાં આવે છે.
 • ખેલમહાકુંભ ૨૦૧૫-૧૬માં તાલુકા/જિલ્લા/ઉપરાંત મહાનગરપાલિકાકક્ષા અને રાજ્યકક્ષાની રમતોમાં વિજેતા થયેલ તેમજ પ્રતિભાશાળી ખેલાડીઓને ઉનાળાની રજાઓ દરમ્યાન સમર કોચીંગ કેમ્પનું રાજયકક્ષા અને પ્રાદેશિક કક્ષાએ બે તબક્કામાં આયોજન કરવામાં આવેલ છે.
 • રાજયકક્ષા - ૨૧ દિવસ માટે રાજયના ૧૪ જિલ્લાઓમાં અલગ અલગ ૨૮ જગ્યાએ ૨૩ રમતોના કોચીંગ કેમ્પમાં કુલ ૨૭૬૫ ખેલાડી ભાઈ/બહેનોએ ભાગ લીધેલ હતો.
 • પ્રાદેશિકકક્ષા – ૧૦ દિવસ માટે ખેલમહાકુંભ-૨૦૧૫ના ૯,૧૧,૧૩ અને ૧૬ વર્ષથી નીચેની વયજુથના ખેલાડીઓ માટે ૨૧ રમતોનો રાજયના તમામ જિલ્લાઓમાં ૧૭૪ જગ્યાએ પ્રાદેશિક સમર કેમ્પનું આયોજન કરવામાં આવેલ. જેમાં ૮૬૮૨ ખેલાડીઓએ ભાગ લીધેલ હતો.
 • દિવ્યાંગ ખેલાડીઓ માટે પણ રાજયકક્ષા અને પ્રાદેશિકકક્ષાએ સમર કોચીંગ કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં કુલ ૧૦૦૭ ખેલાડીઓએ ભાગ લીધેલ હતો.
 • સમર કોચીંગ કેમ્પમાં ભાગ લેનાર ખેલાડીઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીયકક્ષાના એકપર્ટકોચના માર્ગદર્શન હેઠળ વિનામુલ્યે પ્રશિક્ષણ ઉપરાંત કેમ્પ દરમ્યાન નિવાસ, પ્રવાસ અને ભોજન આપવામાં આવેલ.

ખેલમહાકુંભ

ખેલમહાકુંભ
 • ખેલમહાકુંભની શરૂઆત ૨૦૧૦ થી (૧) ખેલકૂદનું વાતાવરણ રાજ્યમાં ઊભું થાય (૨) પ્રતિભાશાળી ખેલાડીઓની ખોજ થાય (૩) ખેલકૂદના માધ્યમથી સ્વાસ્થય અંગેની જાગૃતિ માટે દર વર્ષે યોજવામાં આવે છે.
 • ખેલમહાકુંભ-૨૦૧૫માં ૨૪,૯૬,૬૨૩ ખેલાડીઓએ ભાગ લીધો.
 • વર્ષ ૨૦૧૦ના ખેલમહાકુંભમાં કુલ ૧૬ રમતોની સાથે શરૂઆત કરવામાં આવી હતી.
 • ખેલમહાકુંભ-૨૦૧૫માં કુલ ૨૭ રમતો આયોજન કરવામાં આવ્યું હતું.
 • ખેલમહાકુંભ-૨૦૧૫માં અંડર-૯, અંડર-૧૧, અંડર-૧૩, અંડર-૧૬, અબાઉ-૧૬, અબાઉ-૪૫ અને અબાઉ-૬૦ એમ કુલ ૭ વયજુથમાં સ્પર્ધાઓ યોજવામાં આવે છે.
 • અલગ અલગ વયજુથની વિવિધ રમતોની ગ્રામ્ય/શાળાકક્ષા, તાલુકાકક્ષા, જિલ્લાકક્ષા અને રાજયકક્ષાએ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે.
 • ખેલમહાકુંભ અંતર્ગત તાલુકાકક્ષાએ પ્રથમ, જિલ્લા અને રાજયકક્ષાએ પ્રથમ, દ્રિતિય અને તૃતિય ક્રમે વિજેતા થનાર ખેલાડીઓને કુલ રૂ.૪૨.૦૦ કરોડ જેટલી રકમના રોકડ પુરસ્કાર આપવામાં આવે છે. ખેલમહાકુંભ-૨૦૧૫ના કુલ ૧,૬૫,૩૪૪ વિજેતા ખેલાડીઓને કુલ રૂ.૨૯,૩૭,૬૯,૮૦૦/- રોકડ પુરસ્કાર પોસ્ટ વિભાગ મારફત મનીઓર્ડરથી ચૂકવવામાં આવ્યા છે.
 • સાગરતટીય વિસ્તાર ધરાવતા કુલ ૧૩ જિલ્લાઓમાં બીચ સ્પોર્ટસ રમતોનું આયોજન કરવામાં આવે છે. જેનો મુખ્ય ઉદ્દેશ સમુદ્ર તટ ઉપર રમતો પ્રચલિત બને અને રાજ્યના પ્રવાસન ઉધોગને ઉત્તેજન મળે તે માટે બીચ વોલીબોલ, બીચ ફૂટબોલ અને બીચ ક્રિકેટ રમતોનું આયોજન હાથ ધરવામાં આવે છે.
 • શારીરિક રીતે પૂર્ણત: સક્ષમ ના હોય, તેવા ખેલાડીઓને પણ અલગ અલગ ચાર જુથોમાં વહેંચી તેઓને પણ પોતાનું કૌશલ્ય બતાવવા માટેની તક સરકારે પુરી પાડી છે.
  • બહેરામુંગા ખેલાડીઓ માટેનું જુથ
  • અંધજન ખેલાડીઓ માટેનું જુથ
  • માનસિક ક્ષતિયુક્ત ખેલાડીઓનું જુથ
  • શારીરિક ક્ષતિગ્રસ્ત ખેલાડીઓ માટેનું જુથ
  આમ, ચાર જુથોની રચના કરી દરેક જુથને અનુરૂપ રમતોની ફાળવણી કરી ઉક્ત ખેલાડીઓને પણ રમતગમત ક્ષેત્રે આગળ આવવા માટે સરકારશ્રી દ્રારા સ્પે.ખેલમહાકુંભનું આયોજન કરી પ્લેટફોર્મ પુરુ પાડવામાં આવે છે.
 • ખેલમહાકુંભના વિજેતા ખેલાડીઓ માટે ખેલે ગુજરાત અંતર્ગત સમર કોચીંગ કેમ્પનું આયોજન કરવામાં આવે છે.
 • આ સમર કોચીંગ કેમ્પમાં ખેલાડીઓને આવવા જવાનો પ્રવાસ ખર્ચ, નિવાસ અને ભોજન તેમજ વૈજ્ઞાનિક ઢબે એક્સપર્ટ કોચ દ્વારા નિ:શુલ્ક ધનિષ્ટ પ્રશિક્ષણ (તાલીમ) આપવામાં આવે છે. અને કેમ્પના અંતે સેન્ટર ઓફ એક્સલન્સ તેમજ અન્ય એકેડમી માટે ખેલાડીઓની પસંદગી કરવામાં આવે છે
 • ખેલમહાકુંભ અંતર્ગત અંડર-૯, અંડર-૧૧, અંડર-૧૩, અંડર-૧૬ માંથી ટેલેન્ટ આઈડેન્ટીફીકેશન કરવામાં આવે છે.

ગુજરાત સ્કુલ/કોલેજ સ્પોર્ટસ લીગ

 • રાજયના ખેલાડીઓને લાંબા સમય માટેનું સ્પર્ધાત્મક માળખું પુરું પાડવાના હેતું થી સ્પોર્ટસ લીગની શરૂઆત કરવામાં આવી છે.
 • સાંઘિક પાંચ રમતોમાં સાત કેટેગરીની સ્કુલ તથા કોલેજ લીગની શરૂઆત.
 • રમત : કબડ્ડી (ભાઈઓ), ખોખો (બહેનો), વોલીબોલ (ભાઈઓ/બહેનો) બાસ્કેટબોલ (ભાઈઓ/બહેનો), ફૂટબોલ (ભાઈઓ) સ્પોર્ટસ લીગના વિજેતા ટીમોને અનુક્રમે રૂ.૫ લાખ, રૂ.૩.૫૦ લાખ અને રૂ.૨.૫૦ લાખ રોકડ પુરસ્કાર તથા ટ્રોફી
 • વર્ષ ૨૦૧૫-૧૬ માં રૂ.૧.૪૩ કરોડના રોકડ પુરસ્કારનું વિતરણ

સ્‍વામી વિવેકાનંદ હીલ શિલ્‍ડ ક્રિકેટ ટુર્નામેન્‍ટ

આ યોજનાને સરકારશ્રીના રમતગમત, યુવા અને સાંસ્‍કૃતિક પ્રવુત્તિઓ વિભાગ, ગાંધીનગરના તા.17/07/2000 ના ઠરાવથી મંજુરી આપવામાં આવેલ છે.

રાજયની સૌથી પ્રચલિત એવી ક્રિકેટ રમતને શાળાકીય કક્ષાએ યોગ્‍ય વિકાસ થાય. પ્રતિભાશાળી યુવાન ક્રિકેટરો રાજયને મળે તેવા ઉદ્રેશયોથી આ યોજના સાર્થક બની રહી છે. આ સ્‍પર્ધામાં રાજયના તમામ જિલ્લાઓના સ્‍પર્ધકો ભાગ લે છે. જિલ્લાકક્ષાએ વિજેતા થયેલ રમતવીરોને પ્રદેશકક્ષાની સ્‍પર્ધામાં ભાગ લેવાની તક મળે છે અને પ્રદેશ કક્ષાએ ઉત્‍કૃષ્‍ટ દેખાવ કરનાર રમતવીરોને રાજયકક્ષાની સ્‍પર્ધામાં ભાગ લેવાની તક મળે છે આમ, લોક પ્રિય ક્રિકેટ રમતમાં ચુનંદા તેમજ નવોદિત યુવાન ક્રિકેટરો રાજયને પ્રાપ્‍ત થશે અને રાજયનું ગૌરવ વધારશે.

વર્ષ ૨૦૧૫-૧૬ માં જિલ્લાકક્ષાએ ૪૫૯૨ ખેલાડીઓએ ભાગ લઈને ઉત્‍કૃષ્‍ટ દેખાવ કરેલ છે.

રાષ્ટ્રકક્ષાની સ્પર્ધાઓ

સ્‍થાનિક રીતે એસ.એ.જી ગુજરાતની શાળાઓના બાળકોને અને રમતવીરને પાંચ મુખ્‍ય રાષ્‍ટ્રીય ફોરમમાં ભાગ લેવામાં સહાયરૂપ થાય છે. એસ.જી.એફ.આઈ રમતો (સ્‍કુલ ગેઈમ્‍સ ફેડરેશન ઓફ ઈન્‍ડિયા) રાષ્‍ટ્રીય ગ્રામીણ રમતો (ભારતીય ખેલકૂદ પ્રાધિકરણ આયોજિત), રાષ્‍ટ્રીય મહિલા રમત મહોત્‍સવ (ભારતીય ખેલકૂદ પ્રાધિકરણ આયોજિત), સુબ્રટો મુખર્જી કપ ફોર ફુટબોલ (ભારતીય હવાઈ કમ સ્‍પોર્ટસ કંટ્રોલ બોર્ડ પુરસ્‍કૃત સુબ્રટો મુખર્જી સ્‍પોર્ટસ એજયુકેશન સોસાયટી આયોજીત) અને જવાહરલાલ નહેરૂ કપ ફોર હોકી (જે.એલ. નહેરૂ હોકી ટુર્નામેન્‍ટ સોસાયટી આયોજિત) આ પૈકી એસ.જી.એફ.આઈ, સુબ્રટો અને નહેરૂ કપ ટુર્નામેન્‍ટ શાળાના બાળકો (19 થી ઓછી વય) માટે જ છે. જયારે ગ્રામિણ અને મહિલા રમતો શાળા આધારીત નથી પરંતુ સર્વને માટે છે. જો કે ગ્રામિણ રમતો ફકત 18 વર્ષથી ઓછી વયના

રાષ્ટ્રકક્ષાની સ્પર્ધાઓમાં મેળવેલ સિધ્ધિેઓ

રાષ્ટ્રકક્ષાની શાળાકીય, મહિલા, ગ્રામિણ સ્પર્ધાઓમાં ગુજરાત રાજયએ વર્ષ ૨૦૧૫-૧૬માં કુલ ૨૦૫ (તા.૩૧-૩-૨૦૧૬ની સ્થિતિએ) ચંદ્રકો મેળવેલ છે જેની વિગતો નીચે મુજબ છે.

ચાલુ વર્ષે ૨૦૧૫-૧૬ માં ગુજરાત રાજયએ શાળાકીય સ્પર્ધાઓમાં ૨૦૫ ચંદ્રકો પ્રાપ્તિ કરેલ છે. - ઓલમ્પિક રમતો

ક્રમ રમત વર્ષ-૨૦૧૫-૧૬ના સુવર્ણ વર્ષ-૨૦૧૫-૧૬ના રજત વર્ષ-૨૦૧૫-૧૬ના કાંસ્ય કુલ
1 સ્વીમીંગ, ડાયવીંગ 13 5 5 23
2 ટેકવોન્ડો 0 3 13 16
3 ટેબલ ટેનિસ 1 1 1 3
4 જુડો 0 1 4 5
5 રેસલીંગ(કુસ્તી) 0 1 3 4
6 ટેનિસ 6 0 1 7
7 બેડમિન્ટન 0 0 1 1
8 એથ્લેટિકસ 0 0 0 0
9 બોક્સીંગ 0 0 0 0
10 વોલીબોલ 0 1 0 1
11 આર્ચરી 0 0 1 1
12 બાસ્કેટબોલ 0 0 0 0
13 બીચ વોલીબોલ 0 0 0 0
14 સાયકલીંગ 0 0 0 0
15 ફેન્સીંગ 0 0 0 0
16 ફૂટબોલ 0 0 0 0
17 જીમ્નાસ્ટીકસ 0 1 0 1
18 હોકી 0 0 0 0
19 હેન્ડબોલ 0 1 3 4
20 રાયફલ શૂટીંગ 2 4 2 8
21 વોટર પોલો 0 0 0 0
22 વેઇટ લીફ્ટીંગ 0 0 0 0
23 કબડ્ડી 1 0 0 1
24 ખો-ખો 0 0 1 1
25 ચેસ 0 0 1 1
કુલ 23 18 36 77

નોન-ઓલમ્પિક રમતો

ક્રમ રમત સુવર્ણ રજત કાંસ્ય કુલ
1 જીત-કુને-ડો 2 7 15 24
2 સ્કેટીંગ 6 8 4 18
3 બેલ્ટ રેસલીંગ 0 0 4 4
4 કુડો 0 0 0 0
5 થાન્ગતા માર્શલ આર્ટ 1 2 5 8
6 ચોઇ-કોન-ડો 0 2 3 5
7 કીક બોકસીંગ 0 0 2 2
8 તાંગ સો-ડો 0 2 3 5
9 કરાટે 0 2 6 8
10 વુશુ 0 0 0 0
11 સ્કાય માર્શલ આર્ટ 0 0 6 6
12 ફૂટબોલ ટેનિસ 1 0 2 3
13 ફ્લોર બોલ 0 0 1 1
14 રોપ સ્કીપીંગ 0 1 3 4
15 બોલ બેડમિંટન 0 0 0 0
16 બેઝબોલ 0 0 0 0
17 કેરમ 0 0 0 0
18 સર્કલ કબડ્ડી 0 0 0 0
19 ક્રિકેટ 0 0 0 0
20 ડોઝબોલ 0 0 0 0
21 ગટકા 0 0 3 3
22 જમ્પ રોપ 0 0 0 0
23 મલખામ્બ 0 0 0 0
24 નેટબોલ 0 0 0 0
25 રોલબોલ 0 0 0 0
26 રોલર હોકી 0 0 0 0
27 સેપક ટકરા 0 0 0 0
28 સ્પીડબોલ 0 0 1 1
29 સોફટ બોલ 0 0 0 0
30 સોફટ ટેનિસ 1 1 0 2
31 સીલંબમ 0 0 0 0
32 સ્કવોશ 0 0 0 0
33 ટેનીકોઇટ 0 0 0 0
34 ટેનીસ વોલીબોલ 0 1 0 1
35 ચોક બોલ 0 0 0 0
36 રગ્બી 0 0 0 0
37 ટેનિસ બોલ, ક્રિકેટ 0 0 0 0
38 ટગ ઓફ વોર 0 0 0 0
39 ફીલ્ડ આર્ચરી 2 1 0 3
40 યોગા 1 0 5 6
41 ટેબલ સોકર 0 0 2 2
42 કુરાશ 1 2 6 9
કુલ 15 29 71 115

પાયકા(ગ્રામીણ) ની સ્પર્ધામાં મેળવેલ ચંદ્રકોની માહિતી

ક્રમ રમત સુવર્ણ રજત કાંસ્ય કુલ
1 એથ્લેટિકસ 1 0 0 1
2 બેડમિંટન 0 0 0 0
3 ટેકવોન્ડો 0 2 1 3
4 ખો-ખો 2 0 0 2
5 આર્ચરી 0 2 0 2
6 ફૂટબોલ 0 0 0 0
7 હેન્ડબોલ 0 0 0 0
8 હોકી 0 0 0 0
9 કબડ્ડી 0 0 0 0
10 વોલીબોલ 0 0 0 0
11 રેસલીંગ 0 0 1 1
12 ફીલ્ડ આર્ચરી 0 0 0 0
કુલ 3 4 2 9

મહિલા રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં મેળવેલ ચંદ્રકોની માહિતી

ક્રમ રમત સુવર્ણ રજત કાંસ્ય કુલ
1 એથ્લેટિકસ 0 1 1 2
2 ટેનિસ 0 0 0 0
3 વોલીબોલ 1 0 0 1
4 બેડમિન્ટન 0 0 1 1
5 બાસ્કેટબોલ 0 0 0 0
6 જીમ્નાસ્ટીકસ 0 0 0 0
7 હેન્ડબોલ 0 0 0 0
8 હોકી 0 0 0 0
9 કબડ્ડી 0 0 0 0
10 ખો-ખો 0 0 0 0
11 સ્વીમીંગ 0 0 0 0
12 ટેબલ ટેનિસ 0 0 0 0
કુલ 1 1 2 4

સમરી

ક્રમ રમત સુવર્ણ રજત કાંસ્ય કુલ
શાળાકીય 38 48 106 192
પાયકા
(ગ્રામીણ) (રા.ગાં.ખે.અ.)
3 4 2 9
મહિલા 1 1 2 4
કુલ 42 53 110 205

રાજયમાં રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાનું આયોજન

સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ચાલુ વર્ષ (૨૦૧૫-૧૬)માં ૬૧મી અખીલ ભારતીય શાળાકીય કબડ્ડી ચેમ્પિયનશીપ (અંડર-૧૭ ભાઇઓ/બહેનો) ૪ થી ૭ નવે. ૨૦૧૫ દરમ્યાન ઇન્ડોર સ્ટેડીયમ, સાંણદ ખાતે યોજવામાં આવેલ. ઉકત સ્પર્ધામાં ભારતભરમાંથી ૨૨ ટીમોના ૫૬૪ ખેલાડીઓ ૧ ગોલ્ડર પ્રાપ્ત કરેલ છે. રાજયની વિશિષ્ટ પરંપરા અનુસાર સ્પર્ધાઓનું આયોજન ગરિમાપૂર્ણ કરવામાં આવેલ.

Back to Top